MPમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોના ટપોટપ રાજીનામા, કમલનાથે ફટાફટ રાજ્યપાલ પાસે કરી આ માગણી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્યોએ પોતાના રાજીનામા રાજ્યપાલને મોકલી દીધા છે. કોંગ્રેસના આ 19 ધારાસભ્યોએ એક સાથે મધ્ય પ્રદેશના રાજભવન ખાતે રાજીનામા મોકલાવી દીધા છે. 

MPમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોના ટપોટપ રાજીનામા, કમલનાથે ફટાફટ રાજ્યપાલ પાસે કરી આ માગણી

ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ પોતાના રાજીનામા રાજ્યપાલને મોકલી દીધા છે. કોંગ્રેસના આ 20 ધારાસભ્યોએ એક સાથે મધ્ય પ્રદેશના રાજભવન ખાતે રાજીનામા મોકલાવી દીધા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસબ્ય બિસાહુલાલ સિંહે પણ રાજીનામું આપીને ભાજપ જોઈન કર્યું છે. આમ સિંધિયાના પગલે કુલ 20 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. આમ સિંધિયાના પગલે કુલ 20 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. બાકીના 19 ધારાસભ્યો બેંગ્લુરુમાં રોકાયેલા છે. 

કમલનાથે કરી આ માગણી
આ બધા વચ્ચે એવા અહેવાલો આવી રહ્યાં છે કે મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક 5 મંત્રીઓને મંત્રી પદેથી હટાવવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રીએ જલદી આદેશ બહાર પાડવાની અપીલ કરી છે. 

આ 19 ધારાસભ્યોએ આપ્યાં રાજીનામા, બીજા 7 રાજીનામા આપવાની તૈયારીમાં!
રાજીનામા ધરનારા વિધાયકોમાં પ્રદ્યુમ્ન સિંહ તોમર, રઘુરાજ કંસાના, કમલેશ જાટવ, રક્ષા સંત્રાવ (ભાંડેર), જજપાલ સિંહ જઝ્ઝી (અશોક નગર), ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, તુલસી સિલાવટ, સુરેશ ધાકડ (શિવપુરી), મહેન્દ્ર સિંહ સિસોદિયા, ઓપી એસ ભદૌરિયા, રણવીર જાટવ, ગિરરાજ દંડોતિયા, જસવંત જાટવ, ગોવિંદ રાજપૂત, હરદીપ ડંગ, મુન્નાલાલ ગોયલ, બ્રિજેન્દ્ર યાદવ સામેલ છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના અન્ય 7 ધારાસભ્યો  પણ ભાજપના સંપર્કમાં છે. આજે મોડી રાત સુધીમાં આ 7 ધારાસભ્યો પણ પોતાના રાજીનામા ધરી શકે છે. 

સિંધિયાના રાજીનામાએ કોંગ્રેસ પાર્ટીના હોળીના રંગમાં ભંગ પાડવાનું કામ કર્યું છે. સિંધિયાના આ નિર્ણયથી કોંગ્રેસ કાળઝાળ છે અને આકરી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જે પાર્ટીએ આટલું આપ્યું તેની સાથે જ બેઈમાની કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી પાર્ટીને નુકસાન થયું છે અને લાગે છે કે મધ્ય પ્રદેશમાં અમારી સરકાર બચી શકશે નહીં. અધીર રંજન ચૌધરીએ સિંધિયાના આ નિર્ણયને પાર્ટી સાથે ગદ્દારી ગણાવ્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. 

સિંધિયાના રાજીનામા બાદ હવે મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિત અને રાજ્યોના કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીનો સાથ છોડી શકે તેવી માહિતી છે. કહેવાય છે કે અડધા ડઝનથી વધુ ટોપ લીડર્સ કોંગ્રેસ હાઈ કમાન્ડ અને રાહુલ ગાંધીની કાર્યશૈલીથી નારાજ છે. એવામાં તેઓ જલદી જ્યોતિરાદિત્યને પગલે જઈ શકે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news